મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર પથ્થરમારો: 15 દિવસમાં બીજો હુમલો

મુર્શિદાબાદના કાંડીમાં બાદમાં યુરન્દરપુરમાં ટીએમસીના ગુંડાએ કાળા ઝંડા દેખાડ્યા અને મારી ગાડી પર પથ્થર ફેંક્યા: દિલીપ ઘોષનું ટવીટ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. દિલીપ ઘોષના કાફલામાં પોલીસની ગાડી પણ હતી. દિલીપ ઘોષે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. 15 દિવસની અંદર બંગાળ ભાજપ અધ્યક્ષના કાફલા પર આ બીજો હુમલો થયો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે ટ્વીટ કર્યુ કે, મુર્શિદાબાદના કાંડીમાં આજે દિવસ 3 કલાક 45 મિનિટ અને યુરન્દરપુરમાં 5 કલાક 32 મિનિટ પર ટીએમસીના ગુંડાએ કાળા ઝંડા દેખાડ્યા અને મારી ગાડી પર પથ્થર ફેંક્યા. ભાજપના નેતાએ આગળ કહ્યુ કે, હતાશ અને નિરાશ ટીએમસી હવે આખરી પ્રયાસના રૂપમાં પોલિટિક્સ ટેરરિઝ્મનો પ્રયાસ કરી રહી છે.

(11:08 pm IST)