મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ફૂટબોલના ભીષ્મપિતામહ આર્જેન્ટિનાના લેજેન્ડ ફુટબોલર ડિએગો મેરાડોનાનું 60 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન : ચાહકોમાં ઘેરો શોક

બ્રેઈન સર્જરી બાદ બે સપ્તાહ પહેલા જ હોપિટલમાંથી રજા અપાઈ હતી : આર્જેન્ટિનાને વિશ્વકપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી

નવી દિલ્હી : ફૂટબોલના ભીષ્મપિતામહ આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું છે. બે સપ્તાહ પહેલાં જ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેઓને બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. મેરેડોના એક મહાન ફુટબોલર્સ હતા અને તેઓએ 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ ટૂર્નામેન્ટમાં તેમનો વિશ્વ પ્રસિદ્ધ ગોલ પણ સામેલ છે, જેને "હેડ ઓફ ગોડ"ના નામથી ઓળખવામાં આવે છે. આ ગોલની મદદથી આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

16 વર્ષે આર્જેન્ટિના જુનિયર્સ માટે રમીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરનાર મારાડોનાની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર્સમાં થાય છે. 1986માં પોતાના દેશને બીજા વાર વર્લ્ડ કપ જીતડવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવેલી હતી

(10:44 pm IST)