મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

તેજી બાદ રોકાણકારોના બે લાખ કરોડનું જંગી ધોવાણ

રસીના સારા સમાચારથી આવેલી તેજીમાં બ્રેક : સેન્સેક્સમાં ૬૯૪, નિફ્ટીમાં ૧૯૭ પોઈન્ટનું મોટું ગાબડું

મુંબઈ, તા. ૨૫ : સેલર્સ હાવી થઈ જતાં રોકાણકારોના ૨ લાખ કરોડ ડૂબી ગયા. ૨૪ નવેમ્બરના રોજ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૧૭૪.૮૨ લાખ કરોડ રૂપિયા હતી. આજે તે ઘટીને ૧૭૨.૬૦ લાખ કરોડ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમય માટે ચાલુ રહેલી શેર બજારની જેતીમાં આજે અચાનક ગાબડું પડ્યું હતું અને રોકાણકારોના ૨ લાખ કરોડથી વધુ એક જ ઝાટકામાં ડૂબી ગયા હતા. આજે, ૩૦ શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ ૬૯૪ પોઇન્ટના ઘટાડા સાથે ૪૩૮૨૮ અને ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૯૭ પોઇન્ટના ઘટાડા સાથે ૧૨૮૫૮ ના સ્તર પર બંધ થયા છે.

સેન્સેક્સમાં માત્ર ઓએનજીસી અને પાવર ગ્રીડના શેરમાં વેગ મળ્યો. કોટક મહિન્દ્રા, એક્સિસ બેક્ન, સન ફાર્મા અને એચડીએફસી બેક્ન ટોચના શેર ઘટાડામાં હતા. ઓએનજીસી ૬.૨૫ ટકા વધ્યો. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોના રસી અને વિદેશી રોકાણકારોના ધસારા અંગેના સકારાત્મક સમાચારોને કારણે શેર બજારમાં તેજી આવી હતી. બીજા ભાગમાં રોકાણકારોએ નફો બુક કરાવ્યો, જેના કારણે તેમાં અચાનક ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળામાં, પ્રોફિટ બુકિંગની ઘટના આગળ જતા પણ જોવા મળશે.

વેચાણકર્તાઓનું વર્ચસ્વ હોવાથી રોકાણકારોના ૨ લાખ કરોડ આજે ડૂબી ગયા. ૨૪ નવેમ્બરના રોજ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૧૭૪.૮૨ લાખ કરોડ રૂપિયા હતી. આજે તે ઘટીને ૧૭૨.૬૦ લાખ કરોડ થઈ ગઈ છે. આમ, રોકાણકારોનું એક દિવસીય નુકસાન ૨.૨૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં નિરાશા છવાઇ છે. જેમાં સેન્સેક્સ -૬૯૪.૯૨ પોઇન્ટ એટલે ૧.૫૬% ટકાના ઘટાડા સાથે ૪૩,૮૨૮.૧૦ પર બંધ થયો છે. તેમજ નિફ્ટી -૧૯૬.૭૫ પોઇન્ટ એટલે ૧.૫૧%ટકાના ઘટાડા સાથે ૧૨,૮૫૮.૪૦ પર બંધ રહ્યું છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, ગેઇલ, એસબીઆઇ લાઇફ અને કોલ ઈન્ડિયાના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ આઈશર મોટર્સ, એક્સિસ બેંક, કોટક બેંક, સન ફાર્મા  અને બજાજ ફાઇનાન્સ લાલ નિશાન પર બંધ થયા છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે પીએસયુ બેંક સિવાયના તમામ સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયા છે.

(7:28 pm IST)