મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

માસ્ક વિના ઘોડીએ ચડેલ વરરાજાને પ૦૦નો દંડ

જયપુરઃ કોરોના મહામારીમાં ઘોડી ઉપર માસ્ક વગર બેઠેલા વરરાજાનું પોલીસે ચલણ કાપી પ૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જયપુરમાં વિશ્વકર્મા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વરરાજાને ઘોડી ઉપર માસ્ક વિના બેઠેલા જોઇ કાર્યવાહી કરી હતી. એડીશ્નલ પોલીસ કમિશ્નર રાહુલ પ્રકાશે રાત્રી કર્ફયુ અને દિવસ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સીંગના બજારોમાં ભંગ કરનાર સામે સખત કાર્યવાહીના નિર્દેશો આપ્યા છે.

(2:33 pm IST)