મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

' ટી.આર.પી. સ્કેમ ' : ફક્ત મરાઠી , રિપબ્લિક ટી.વી., તથા બોક્સ સિનેમા ,ટી.આર.પી.સ્કેમનો લાભ મેળવનારાઓમાં શામેલ : મુંબઈ પોલીસે 140 જેટલા સાક્ષીઓ, તથા આરોપીઓના નામ સાથે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ રજુ કર્યું

મુંબઈ : ટી.આર.પી.સ્કેમ મામલે મુંબઈ પોલીસે નોંધેલી એફઆઈઆર  અંતર્ગત 140 જેટલા સાક્ષીઓ તથા આરોપીઓના નામ  સાથે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ચાર્જશીટ રજુ કર્યું છે. જેમાં જણાવાયા મુજબ હજુ તપાસ ચાલુ હોવાથી સાક્ષીઓની સંખ્યા વધી પણ શકે છે.

મુંબઈ પોલીસે દાખલ કરેલ ચાર્જશીટમાં ફક્ત મરાઠી , રિપબ્લિક ટી.વી. ( ઈંગ્લીશ તથા હિન્દી ચેનલ ) ,બોક્સ સિનેમા ,મહામુવી ,તથા વાવ ટી.વી.નો સમાવેશ થાય છે.  ચાર્જશીટમાં જેમના ઉપર  કલમ 420 સહિતની ઇન્ડિયન પીનલ કોડની જુદી જુદી કલમ લગાડવામાં આવી છે.

હંસા ગ્રુપના અમુક કર્મચારીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને ટીઆરપી વધારવામાં માટે  લોકોને નાણાં આપવામાં આવી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે તપાસ કરાઈ હતી. જે મુજબ ટીઆરપી વધારવા માટે ટી.વી.જોઈ રહેલા અમુક લોકોને પૈસા આપી તેમના ઘર ઉપર બેરોમીટર લગાવાયું હતું . આ કામ માટે હંસા ગ્રુપના વી.વી.ભંડારી સહિતના આરોપીઓનો ઉપયોગ કરાયો હતો.જેમણે આ માટે કંપની સાથે ગુપ્તતાનું એગ્રીમેન્ટ કર્યું હતું .

હંસા ગ્રુપના કર્મચારીઓ ઉપરાંત મુંબઈ પોલીસે ફક્ત મરાઠી ,બોક્સ સિનેમા ,ના કર્મચારીઓ તથા મહામૂવિના માલિક સહીત જુદા જુદા લોકોના નામ રજુ કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે સાક્ષીઓ તથા આરોપીઓ ઉપર સમન્સ પાઠવવા માટે મેજિસ્ટ્રેટની મંજૂરી માંગી હતી.જે લિસ્ટમાં 140 લોકો છે અને હજુપણ તપાસ ચાલુ હોવાથી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ રજૂ થઇ શકે  છે.તેવી રજુઆત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:29 pm IST)