મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

' પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પત્રકાર પ્રભુ ચાવલા ' ઇન્ડિયા ટુ ડે ' ગ્રુપમા ફરીથી જોડાયા : 4 દાયકાનો અનુભવ ધરાવતા પત્રકાર ' આજ તક ' માં હવે દેશના મહાનુભાવોનો ઇન્ટરવ્યૂ લેતા જોવા મળશે

મુંબઈ : 4 દાયકાનો પત્રકાર તરીકેનો અનુભવ ધરાવતા રવિ અગ્રવાલ ફરીથી  ' ઇન્ડિયા ટુ ડે ' ગ્રુપમા જોડાયા છે તેઓ ટીવીટીએન ના એડિટોરિયલ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવશે.

આ અગાઉ તેઓ લોકપ્રિય ટી.વી.શો ' સીધી બાત ' નું સંચાલન કરી ચુક્યા છે.હવે તેઓ ' આજ તક ' માં  દેશના મહાનુભાવોનો ઇન્ટરવ્યૂ લેતા જોવા મળશે .

તેઓ આ અગાઉ ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ તથા સન્ડે સ્ટાન્ડર્ડમાં એડિટોરિયલ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા.

તેમના આગમનને વધાવતા ઇન્ડિયા ટુ ડે ના વાઇસ ચેરપર્સન  કેલી પુરીએ જણાવ્યું હતું કે તેમની સાથે કામ કરવું તે એક લહાવો છે.

ઉલ્લેખનીય છે કે 2003 ની સાલમાં તેઓને દેશના રાષ્ટ્રપતિના હસ્તે પદ્મભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા  હતા.તેવું મીડિયા ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(1:41 pm IST)