મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

પુરૂષોને ૫૬ અને મહિલાઓ ૬૫ ટકા મધુમેહની સંભાવના છે

૨૦ વર્ષ આસપાસના અડધાથી વધુ લોકોમાં ડાયાબીટીઝ થવાની આશંકા

ડાયેબેટોલોજીયા જનરલમાં પ્રકાશીત સ્ટડીમાં દાવો : શહેરીકરણ -ખાનપાનની ગુણવતામાં ખામી પણ કારણ

નવી દિલ્હી,તા. ૨૫: દેશમાં ૨૦ વર્ષ આયુ વર્ગના લોકોમાં અડધાથી વધુ પુરૂષો અને બે તૃતીયાંશ મહિલાઓને જીવનમાં ડાયાબીટીશની બીમારી થઇ શકે છે. જેમાંથી મોટા ભાગનાને ટાઇપ ટુ ડાયાબિટીઝ થવાની સંભાવના છે. હાલમાં ડાયેબેટોલોજીયા જનરલમાં પ્રકાશીત સ્ટડીમાં આ દાવો કરાયો છે.

અધ્યયનમાં મહાનગરોમાં રહેતા વિભિન્ન આયુ વર્ગ અને બોડી માસ ઇન્ડેકસના લોકોને સામેલ કરાયેલ. વૈજ્ઞાનિકોએ જણાવેલ કે દેશમાં લગભગ ૭.૭ કરોડ વયસ્કો ડાયાબીટીઝથી પીડીત છે. ૨૦૪૫ સુધી આ સંખ્યા બે ગણી થવાની આશંકા છે. ત્યાં સુધીમાં ૧૩.૪ કરોડ લોકો મધુમેહથી પીડીત હોય શકે છે. દેશમાં શહેરીકરણ ઝડપથી થઇ રહ્યું  છે. ગુણવતાપૂર્વ આહારનો અભાવ છે. તથા શારીરીક ગતિવિધીમાં કમી આવવાથી ડાયાબિટીઝ વધી રહ્યો છે.

ઉપરાંત સ્ટડીમાં સેન્ટર ફોર કાર્ડીજયોમેટાબોલીક રિસ્ક રિડકશન ઇન સાઉથ એશીયાના આંકડાઓ (૨૦૧૦-૨૦૧૮) ઉપર આધારિત છે. આ આધાર ઉપર કહેવામાં આવ્યુ છે કે ૨૦ વર્ષના એવા પુરૂષ અને મીહલાઓ જેને હાલ મધુમેહ નથી તેમનામાં જીવનકાળમાં આ બીમારી થવાનો ખતરો ક્રમશઃ ૫૬ અને ૬૫ ટકા છે. મહિલાઓને ડાયાબિટીસ થવાનો ખતરો વધુ રહે છે.

(1:25 pm IST)