મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ભારતનો સ્માર્ટફોન નિકાસમાં વિશ્વમાં ડંકો : ૧.૫ અરબ ડોલરની નિકાસ કરશે

ત્રિમાસીક સપ્ટેમ્બરમાં ૫.૪૩ કરોડ એકમ શિપમેન્ટ

નવી દિલ્હી,તા. ૨૫: દેશમાં અમેરિકા, યુએઇ, રશીયા, સહીત બીજા દેશોને સ્માર્ટફોન નિર્યાત ૨૦૨૦માં ૧.૫ અરબ ડોલર (રૂ. ૧૧.૧૧૩ કરોડ) પાર કરવાની આશા છે. રિસર્ચ કંપની ટેકઆર્કની ભારતીય મોબાઇલ ફોન નિકાસ બજાર સ્કેન રિપોર્ટ મુજબ દેશમાં કુલ નિકાસ થનાર સ્માર્ટફોનની કિંમત ૨૦૨૦માં ૧.૫ અરબ ડોલરને પાર કરશે. મેક ઇન ઇન્ડિયા પહેલથી ભારતને મોબાઇલ ફોનના વૈશ્વિક નિકાસકાર બનવામાં મદદ મળી છે.

વર્તમાનમાં ભારતથી ૨૪ દેશોમાં મોબાઇલ ફોનની નિકાસ થયા છે જેમાંથી કેટલાક દેશ તેને આગળ નિકાસ કરે છે જેમ કે યુએઇ તેને બીજા દેશમાં મોકલે છે કવુસાએ જણાવેલ કુ સરકારે ઉત્પાદન આધારીત પ્રોત્સાહન યોજના જાહેર કરી છે. જેનાથી ભારતને ભવિષ્યમાં વૈશ્વિક મોબાઇલ અને પાર્ટસ નિર્માતા બનાવશે.

(1:24 pm IST)