મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં કોઈ મોટી હલચલ આવી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટનો અત્યારે મળતો અહેવાલ જણાવે છે, કોઈ મોટા સમાચાર ગુજરાતમાંથી આવી રહ્યા છે..: કોંગ્રેસના ચાણક્યની ચિરવિદાય, રાજ્ય સભાના સભ્ય અને દિગ્ગજ કોંગી નેતા અહેમદભાઈ પટેલનું નિધન, કોરોના સામેનો જંગ હાર્યા, દોઢ મહિનાથી સંક્રમિત હતા, વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા, તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા, તેમનો પાર્થિવ દેહ ખાસ વિમાન દ્વારા આજે સાંજે ગુજરાત આવી પહોંચશે અને સંભવતઃ આવતીકાલે તેમના વતન ભરૂચ નજીક પીરાણા ખાતે દફનવિધિ થશે: હવામાન ખાતાના કહેવા મુજબ આગામી બે મહિના કાતિલ ઠંડીનો દોર આવી રહ્યો છે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રી નીચે પટકાશે, હાલમાં લઘુત્તમ તાપમાન ૧૦ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહેશે, શનિવારથી બે-ત્રણ દિવસ ઠંડીનો પારો ગગડશે: અમદાવાદની આંગડીયા પેઢીની ઓફિસમાંથી ૫૦ લાખની જંગી ચોરી, સીસીટીવી સાથેનું ડીવીઆર પણ ગાયબ, ચાર કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ: ભાવનગર જિલ્લામાં બે મિનિટના અંતરે, બેની તીવ્રતાવાળા, બે ભૂકંપના આંચકા આવ્યા; કચ્છમાં પણ ધરતી ધ્રુજી: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારનો મહત્વનો નિર્ણય, અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ રાખવામાં આવ્યું: અમેરિકાની પાછળ આદુ ખાઈને પડી ગયેલો કોરોના, સતત આજે સવારે પણ ૨૪ કલાકમાં પોણા બે લાખ નવા કેસો, જ્યારે ભારતમાં નવા 44000 કેસ નોંધાયા, યુનાઇટેડ આરબ અમીરાત-દુબઈમાં પણ કોરોનાએ ઝડપ પકડી, ૨૪ કલાકમાં નવા તેરસો કેસ નોંધાયા, ન્યુઝીલેન્ડમાં પણ એક નવો કેસ આવ્યો છે: અમદાવાદમાં ભીડવાળા વિસ્તારોમાં કોરોના સામે બાઉન્સરરૂપી બોડીગાર્ડ ઉતારાશે, કોર્પોરેશનનો અનોખો નિર્ણય, કાલુપુર અને જમાલપુર માર્કેટમાં બાઉન્સરોની મદદ લેવાશે: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો, કચ્છના નલિયામાં 13 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી જેવું ઉષ્ણતામાન વહેલી સવારે નોંધાયું: ભુજ નજીક ટ્રકે હડફેટે લેતા ત્રિપલ સવારીમાં ફેક્ટરી ઉપર ગામે જઇ રહેલા ત્રણ યુવાન કામદારોને કાળ ભેટયો: પગાર પ્રશ્ને આજે બીએસએનએલ કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ શરૂ, બપોરે દેખાવો અને સૂત્રોચ્ચાર, અનિયમિત પગાર અને મેડીકલ બીલ સહિતના મુદ્દા ઉપર લડતનો પ્રારંભ: આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલનું એલાન, સ્ટેટ બેંક અને ઇન્ડિયન ઓવરસિઝ બેંક સિવાયની જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ કામકાજથી દૂર રહેશે, સહકારી બેંકો પણ ચાલુ જ રહેશે, ડિજિટલ બેન્કિંગ તથા atm પણ ચાલુ રહેશે: ચક્રવાત નીવાર હવે તોફાનમાં ફેરવાયું, તામિલનાડુ પોંડિચેરીમાં હાઈએલર્ટ, ૧૨૦ થી ૧૩૦ કિલોમીટરની ઝડપે પસાર થશે, તામિલનાડુ અને પોંડિચેરીમાં રજા જાહેર: કેરળના ચૂંટણી ઇતિહાસમાં ભારતીય જનતા પક્ષ વખતે પ્રથમ વખત બે મુસ્લિમ મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારની વાર્ષિક કમાણી ૩૬૨ કરોડ રૂપિયા, સલમાન અને શાહરૂખ પાછળ રહી ગયા, વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠા નંબરના એક્ટર બન્યા: ૭૫ ટકાની સીટિંગ કેપેસિટી સાથે આજથી વખાણ કરવા માટે: રાજકોટમાં અમીનમાર્ગ ઉપરની દુકાનોમાં રેન્ડમ કોરોના ટેસ્ટમાં ત્રણ સેલ્સ ગર્લ પોઝિટિવ નીકળી, આજે રાજકોટમાં કોરોના થી વધુ ૨ ના મોત, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૯૦૦ બેડ ખાલી, સ્વીગી અને ઝોમેટો ના ૩૦૦ ફૂડ દિલીવરિમેનોના કોરોના ટેસ્ટ શરૂ: સૌરાષ્ટ્રના બિલખા પાસે ૩૮ લાખ રૂપિયાનો દારૂનો જંગી જથ્થો ભરેલ ટ્રક ઝડપાયો, સ્ટેટ વિજિલન્સ કાફલાનું ઓપરેશન:જુનાગઢ પછી ઉપલેટામાં ભાજપ પ્રમુખ સંજય માકડીયાના પત્ની ભાવના દ્વારા ચલાવાતા જુગારધામનો પર્દાફાશ, સાત મહિલાઓની ધરપકડ: લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમાન પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની આજે જન્મ જયંતી, મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ: સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તસવીરકાર શ્રી નિશુ સેદાણીનો જીવનદીપ બુઝાયો: તુલસી વિવાહને પણ ગ્રહણ લાગ્યું, સાદગીપૂર્વક ઓનલાઇન ઉજવણી, ઘરે બેઠા જ તુલસીજી અને ઠાકોરજીનું પૂજન-અર્ચન, રાત્રિના દેવ દિવાળી નિમિત્તે ફટાકડા ફૂટશે

(1:08 pm IST)