મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

રાજકોટમાં આજે કોરોનાથી માત્ર બે ના જ મોતઃ શહેરમાં ૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૯ કન્ટેન્મેન્ટઝોનઃ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૯૦૦ બેડ ખાલી

રાજકોટઃ શહેર- જિલ્લામાં છેલ્લા અઠવાડીયાથી કોરોનાએ ઉપાડો લીધો છેઃ ત્યારે આજે કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાતા થોડી રાહત થઈ છેઃ જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં શહેર- જિલ્લામાં મળી કોરોનાના કારણે માત્ર બે મોત નોંધાયા છેઃ જયારે સરકારની કોવિડ ડેથ કમિટીએ કોરોનાથી એકપણ મોત નહી હોવાનો રિપોર્ટ આપ્યો છે

દરમિયાન આજે  રાજકોટ શહેરમાં ૮૨ માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૯ કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છેઃ શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ૧૯૦૦ જેટલા બેડ ખાલી હોવાનું નોંધાયું છે

(11:29 am IST)