મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ કયારેય નહી પુરાય : સોનિયા

નવી દિલ્હી તા. ૨૫ : કોંગ્રેસના અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ કયારેય પુરાશે નહી. મેં એવા સાથી ગુમાવ્યા છે જેમની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી.

અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે મેં એક એવો સાથી ગુમાવ્યો કે જેની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી. એક વિશ્વાસુ સાથી, મિત્ર અને કયારેય ખોટ ન પૂરાય તેવા માર્ગદર્શક મેં ગુમાવ્યા છે. એમના પરિવાર માટે દુઃખ અનુભવું છું અને તેમને સાંત્વના પાઠવું છું.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે અહેમદ પટેલ કોંગ્રેસના સ્તંભ સમાન હતા. અહેમદ પટેલ મુશ્કેલીના દિવસોમાં કોંગ્રેસની સાથે ઉભા રહ્યા. પટેલ કોંગ્રેસની કિંમતી અસ્કયામત હતા.  અમને તેમની ખોટ હંમેશા વર્તાશ. ફૈસલ, મુમતાઝ અને પરિવારજનોને મારો પ્રેમ અને સાંત્વના.(૨૧.૪)

(10:32 am IST)