મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ક્રૂડ ૧૦ મહિનાની ટોચેઃ પેટ્રોલ મોંઘુ થશે

હાલ ક્રૂડનો ભાવ ૪૬.૭૨ ડોલર છેઃ નવા વર્ષે વધીને ૫૮ ડોલર થશે

નવી દિલ્હી, તા. ૨૫ :. કોરોના વેકસીન મળવાની આશાએ વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવોમાં ૨ ટકાનો વધારો જોવા મળ્યો છે અને ગઈકાલે પણ તેજી જોવા મળી હતી. માર્ચ બાદ પહેલીવાર ક્રૂડના ભાવ ૪૭ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયા છે.

તેલ બ્રોકરેજ કંપનીઓનું કહેવુ છે કે કોવિડ-૧૯ પર કાબુ મેળવવાની આશાઓને કારણે નવા વર્ષે ઈંધણનું વેચાણ વધવાનુ અનુમાન છે. વેકસીનની આશા પણ ઉજળી બની છે અને ક્રૂડનું વેચાણ પણ વધી રહ્યુ છે. ડીમાન્ડ વધવાથી ક્રૂડના ભાવ વધીને ૪૬.૭૨ ડોલર થઈ ગયા છે.

આ ભાવ ૬ માર્ચ બાદના ઉચ્ચત્તર સ્તર પર છે. ડબલ્યુટીઆઈ પણ ૪૩.૩૮ ડોલરના ભાવે વેચાયુ છે.

તાજેતરમાં ૫ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૯૫ પૈસા વધ્યા છે. ક્રૂડના ભાવ વધતા હજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તેવી શકયતા છે. બજારના નિષ્ણાંતોનું કહેવુ છે કે ૨૦૨૧ની શરૃઆતમાં ક્રૂડ ૫૮ ડોલર સુધી પહોંચી શકે છે.

(10:32 am IST)