મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

સલમાન - શાહરૂખ પાછળ રહી ગયા

અક્ષયકુમારની વાર્ષિક કમાણી ૩૬૨ કરોડ : વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠા એકટર બન્યા

મુંબઇ,તા. ૨૫: અક્ષય કુમાર બોલિવૂડને દર વર્ષે સૌથી વધુ ફિલ્મો આપીને ફેન્સનું દિલ જીતી લે છે. તે સાથે અક્ષય કુમારે દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા એકટર્સના લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે. તાજેતરમાં આવેલા ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા ટોપ ૧૦ એકટરના લિસ્ટમાં ૪૮.૫ મિલિયન ડોલર (૩૬૨ કરોડ રૂપિયા) વાર્ષિક કમાણી કરીને અક્ષયે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં તેમણે ગ્લોબલ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાનને પાછળ છોડી દીધા છે.

૮૭.૫ મિલિયન ડોલરની કમાણી સાથે ડ્વેન જોનસન આ લિસ્ટમાં પહેલા નંબરે છે. આ ઉપરાંત, રાયન રેનોલ્ડ (૭૧.૫ મિલિયન ડોલર), માર્ક વાહલબર્ગ (૫૮ મિલિયન ડોલર), બેન એફ્લેક ૫૫ મિલિયન ડોલર) અને વિન ડીઝલ ૫૪ મિલિયન ડોલર) સૌથી વધુ કમાણી કરનારા ૫ અભિનેતાઓનાં લિસ્ટમાં સામેલ છે.

બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયની ફિલ્મ 'લક્ષ્મી' તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર સ્ત્ભ્ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ ઉપરાંત એકટર ટૂંક સમયમાં કૃતિ સેનનની સાથે શ્નઊં ડ દ્ગ પાંડે', સારા અલી ખાન અને ધનુષની સાથે 'અતરંગી રે', વાણી કપૂરની સાથે 'બેલ બોટમ' અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની સાથે 'પૃથ્વીરાજ' ફિલ્મ લઈને આવી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અક્ષયની મોટાભાગની કમાણી પ્રોડકટ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે. સુપરસ્ટાર સલમાન ખાન દર વર્ષે ઈદના પ્રસંગે પોતાની ફિલ્મથી ફેન્સને ભેટ આપે છે જો કે, આ વર્ષે કોરોના અને થિયેટરો બંધ થવાથી આવું થઈ શકયું નહીં. આ વર્ષે સલમાનની ફિલ્મ 'રાધે'અને 'કભી ઇદ કભી દિવાલી' રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મોનું શૂટિંગ પૂરું થઈ શકયું નહીં. લોકડાઉન ખૂલતાં જ રાધે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પરંતુ મેકર્સ હજી પણ સંપૂર્ણ રીતે થિયેટરો ખોલવાની રાહ જોઈ રહ્યા છે. ૨૦૨૦માં એક પણ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં સલમાન ખાન બોલિવૂડનો બીજો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. દર ફિલ્મમાંથી ૧૦૦ કરોડ રૂપિયા ફી લેનાર એકટરે બિગ બોસ ૧૪ માટે ૪૫૦ કરોડ રૂપિયા ફી લીધી છે.

કિંગ શાહરૂખ ખાન છેલ્લે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોકસ ઓફિસ પર વધુ કમાણી કરી શકી નહોતી. ત્યારબાદથી અભિનેતા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાનાં લિસ્ટમાં ત્રીજા નંબરે છે.  વર્ષમાં એક પણ હિટ ફિલ્મ ન આપનાર આમિર ખાન કરીના કપૂર સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' લઇને આવી રહ્યો છે. લોકડાઉનને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, જો કે, અભિનેતાએ શૂટિંગ કરવાની મંજૂરી મળ્યા બાદ ફિલ્મનું કામ ફરી શરૂ કરી દીધું છે. આ વર્ષે આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થવા છતાં અભિનેતા આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાના લિસ્ટમાં ચોથા નંબરે છે.

વર્ષ ૨૦૨૦ના શરૂઆતમાં જ બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'તાન્હાજી' આપીને અભિનેતા અજય દેવગન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારો પાંચમો અભિનેતા બની ગયો છે. અજય દેવગણની આ ફિલ્મ બોકસ ઓફિસ પર દીપિકાની ફિલ્મ 'છપાક' સાથે કલેશ થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મે સારું પ્રદર્શન કરીને લગભગ ૨૭૭ કરોડ રૂપિયાનું બોકસ ઓફિસ કલેકશન કર્યું હતું.

(9:12 am IST)