મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ NRI ચૂંટાઈ આવવાનો જશ્ન ઉજવી રહેલ GOPIO અને IMPACT : 1980 ની સાલમાં માત્ર બે એનઆરઆઈ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા : 2020 ની સાલમાં વાઇસ પ્રેસિડન્ટ સહીત રેકોર્ડ બ્રેક સંખ્યામાં NRI ચૂંટાઈ આવ્યા

વોશિંગટન : અમેરિકામાં 1980 ની સાલમાં  માત્ર બે ઇન્ડિયન અમેરિકન નાના શહેરોમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યાર પછીની 20 વર્ષની મંજિલ દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ સહીત રેકોર્ડ બ્રેક સંખ્યામાં એનઆરઆઈ ચૂંટાઈ આવ્યા છે.

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO )  ચેરમેન ડો.થોમસ અબ્રાહમે આ બાબતને ગૌરવ સમાન ગણાવી હતી. તેમજ ઇન્ડિયન અમેરિકન ઈમ્પૅક્ટ ફંડ ( IMPACT  )  કો-ફાઉન્ડર શ્રી રાજ ગોયલે એ પણ આ માટે હર્ષ વ્યક્ત કર્યો હતો.

રેકોર્ડ બ્રેક સંખ્યામાં એનઆરઆઈ ચૂંટાઈ આવતા તેનો જશ્ન મનાવવા માટે ઝૂમ માધ્યમ દ્વારા GOPIO  તથા IMPACT  ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ ઉજવાયો હતો.જેનું જુદી જુદી ટી.વી.ચેનલો દ્વારા લાઈવ પ્રસારણ કરાયું હતું .

કાર્યક્રમ અંતર્ગત શ્રી રાજ ગોયલે એ જણાવ્યું હતું કે ઇન્ડિયન અમેરિકનો ચૂંટાઈ આવે તે માટે 10 મિલિયન ડોલરનું ચૂંટણી ફંડ ભેગું કરાયું હતું .

GOPIO ચેરમેન ડો.થોમસ અબ્રાહમે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવી પેઢી રાજકારણમાં આવે તે માટે પ્રયાસો કરાશે .

આ તકે ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓએ પોતાના અનુભવો શેર કરી હર્ષ વ્યક્ત કર્યો હતો.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)