મુખ્ય સમાચાર
News of Monday, 25th October 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

પ્રકાશ
‘‘ વધારે અને વધારે પ્રકાશમય અનુભવો. આ જ રસ્‍તો છે મુખ્‍યસ્ત્રોત સુધી પહોંચવાનો.''
વધારે અને વધારે પ્રકાશમય અનુભવો જયારે પણ તમે આંખો બંધ કરો, એવું જુઓ કે પ્રકાશ તમારા આખા અસ્‍તીત્‍વ ઉપર વહી રહ્યો છ.ે શરૂઆતમાં ફકત તે કલ્‍પના હશે પરંતુ કલ્‍પના ખૂબ જ સર્જનાત્‍મક છ.ે
તેથી એવુ અનુભવો કે હૃદય પાસે એક જયોતી છે અને તમે પ્રકાશથી ભરાયેલ છે તે પ્રકાશને વધારતા જાઓ તે ખૂબજ ચમકદાર બની જશે અને ફકત તમે જ એને નહી- અનુભવો પરંતુ બીજા લોકો પણ તેને અનુભવવાની શરૂઆત કરશે જયારે તમે તેઓની નજીક હશો ત્‍યારે તેઓ તેને અનુભવશે કારણ કે ઉત્‍સજીવી થશે.
તે બધાનો જન્‍મજાત હક્ક છે પરંતુ તમારે તેનો દાવો કરવો પડશે. તે દાવા કર્યા વગરનો ખજાનો છે જો તમે દાવો નહી કરો તો તે મૃત જ રહેશે તેથી જયારે પણ તમે પ્રકાશ જુઓ તેના પ્રત્‍યે ઉંડો આદર અનુભવો એક સામાન્‍ય દિવો પ્રકાશીત છે અને તમે તેના પ્રત્‍યે આદર અનુભવો છો રાત્રે તારાઓ હોય છે- ફકત જુઓ અને તેઓની સાથે જોડાયેલ અનુભવો સવારે સુર્ય ઉગે છે. તેને જુઓ અને તમારા અંદરના સૂર્યનો પણ તેની સાથે ઉગવા દો જયારે પણ તમે પ્રકાશ જુઓ તરત જ તેની સાથે જોડાવાની કોશીષ કરો-અને જલદી જ તમે જોડાવા માટે શકતીમાન બની જશો.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:13 am IST)