મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

IPL_2020નો પ્રથમ ક્વાલિફાય 5 નવેમ્બરે અને ફાઇનલ 10 નવેમ્બર દુબઇમાં રમાશે

એલિમિનેટર મેચ અને બીજી ક્વોલિફાયર અબુધાબીમાં રમાશે: જાણો પ્લેઓફ શેડ્યુલ

દુબઇઃ IPLની 13મી સીઝન 2020 હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રવિવારે ટૂર્નામેન્ટના પ્લેઓફનું શિડ્યુલ જારી કરી દીધુ. જે મુજબ પ્રથમ  ક્વાલિફાયર 5 નવેમ્બરે અને ફાઇનલ 10 નવેમ્બર દુબઇમાં રમાશે. જ્યારે એલિમિનેટર 6 નવેમ્બરે અને બીજી ક્વાલિફાયર મેચ 8 નવેમ્બરે અબુધાબીના શારજાહમાં રમાશે.

PL 2020ની 45મી મેચ રવિવારે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે રમાઇ. ત્યાર બાદ 14 મેચ બાકી રહેશે. હાલના પોઇન્ટ ટેબલમાં ટોપ-3માં પહોંચેલી મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી છે. એટલે 4થી ટીમ માટે કાંટાની ટક્કર થશે. ચેન્નાઇ આ રેસમાંથી લગભગ બહાર થઇ ગયું છે. છતાં ક્રિકેટમાં કંઇ કહેવું વહેલાસરનું હોય છે.

IPL Playoffનું શિડ્યુલ

 તારીખ                    મેચ                                વેન્યુ                                          સમય

 5 નવેમ્બર          ક્વાલિફાયર-1      દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ                 સાંજે 7:30

 6 નવેમ્બર          એલિમિનેટર         શેખ ઝાયદ સ્ટે. અબુધાબી                      સાંજે 7:30

 8 નવેમ્બર          ક્વાલિફાયર-2      શેખ ઝાયદ સ્ટે. અબુધાબી                      સાંજે 7:30

 10નવેમ્બર         ફાઇનલ                દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ                  સાંજે 7:30

વુમન્સ ટી-20 ચેલેન્જ પણ શારજાહમાં

બીસીસીઆઇએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ વુમન્સ ટી-20 ચેલેન્જની આઇપીએલની તમામ મેચ શારજાહમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમો સુપરનોવાસ, વેલોસિટી અને ટ્રેલબ્લાજર્સ વચ્ચે ફાઇનલ સહિત 4 મેચ રમાછે. ફાઇનલ 9 નવેમ્બરે યોજાશે.

 

(11:12 pm IST)