મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

સૌમિત્ર ચેટર્જીની હાલત 'ખૂબ જ ગંભીર'

સુપ્રસિદ્ધ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત 'ખૂબ જ ગંભીર' બની ગઈ હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું છે.

ઓક્ટોબર 6 થી કોરોના સામે લડતા સૌમિત્ર ચેટર્જીની હાલત ખૂબ ગંભીર છે.  છેલ્લા અહેવાલ મુજબ, 85 વર્ષીય અભિનેતાની હાલત કથળી છે અને તેણે સારવારનો રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધું છે.

સૌમિત્ર ચેટર્જી, ઓસ્કાર એવોર્ડ વિજેતા ડિરેક્ટર સત્યજિત રે સાથેના સહયોગ માટે જાણીતા છે, જેમની સાથે તેમણે 14 ફિલ્મોમાં કામ કર્યું છે.  તેમની પહેલી ફિલ્મ અપુર સંસારપોતે લખી અને દિગ્દર્શિત કરી હતી.  આ ફિલ્મ શર્મિલા ટાગોરના ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ તરીકે પણ પ્રસિદ્ધ છે.

અભિનેતાની સારવાર કરતા ડોકટરોની ટીમનું નેતૃત્વ કરી રહેલા ડો. અરિંદમ કરે જણાવ્યું હતું કે, “તેમના અંગોસારી રીતે કાર્ય કરી રહ્યા હતા, તેમ છતાં પ્લેટલેટ ઘટી ગયા છે અને તેના લોહીમાં યુરિયા અને સોડિયમનું સ્તર વધ્યું છે. 

ડોક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે અપુર સંસારના આ વયોવૃદ્ધ અભિનેતા સ્ટીરોઇડ્સના ઉપયોગ અને અન્ય લાંબા સમય સુધીના પ્રયત્નો છતાં સારવાર માટે કોઈ રિસ્પોન્સ આપી રહયા નથી.

(5:56 pm IST)