મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

કેન્દ્ર સરકારે 6000 કરોડની લોન લઈને GST વળતરના ભાગરૂપે 16 રાજ્યોને આપ્યા

ભારત સરકારે વર્ષ 2020 - 2021 દરમિયાન GSTના વકરામાં થતાં ઘટાડાને દૂર કરવા માટે વિશેષ ઋણ લેવાની વિંડો વિકસિત કરી છે. 21 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોએ નાણાં મંત્રાલય જોડે સંકલન કરીને સળંગ ઋણ લેવા માટે આ વિશેષ વિન્ડોનો વિકલ્પ પસંદ કર્યો છે.

તેમાંથી, પાંચ રાજ્યોને GST વળતરના ભાગરૂપે કોઈ ઘટાડો જોવા નહતો મળ્યો. આજે કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ: દિલ્હી અને જમ્મુ-કાશ્મીર જેવા 16 રાજ્યોના ખાતામાં પ્રથમ હપ્તા સ્વરૂપે રૂ 6000 કરોડ ઋણ સ્વરૂપે લીધા અને હસ્તાંતરિત કર્યા

આ ઋણ 5.19 ટકાના વ્યાજ દરે લેવામાં આવ્યું છે જેનો હેતુ રાજ્યોને દર સપ્તાહે 6000 કરોડ રૂપિયા ચૂકવવાનો છે. ઋણનો સમયગાળો વ્યાપક રૂપે 3 થી 5 વર્ષના સમયગાળામાં રહેવાની ધારણા છે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

(12:47 pm IST)