મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

IPL-2020 : રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબનો સનરાઇર્સ હૈદરાબાદ સામે 12 રને શાનદાર વિજય

નિકોલસ પૂરને 32 રન કર્યા: અર્શદીપ અને જોર્ડને 3-3 વિકેટ ઝડપી

મુંબઈ : કિંગ્ઝ ઈલેવન પંજાબે દુબઈ ખાતે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની IPL 2020ની 43મી મેચમાં હૈદરાબાદને 12 રનથી પરાજય આપ્યો. છે. પંજાબની પ્લેઓફ માટેની આશા હજુ પણ જીવંત છે. પંજાબના 127 રનના લક્ષ્‍યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 114 રન જ બનાવી શકી.

હૈદરાબાદે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 126 રન કર્યા. પંજાબ તરફથી નિકોલસ પૂરને સૌથી વધારે 32 રન કર્યા. જ્યારે લોકેશ રાહુલે 27 અને ક્રિસ ગેલે 20 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ વતી રાશિદ ખાન, જેસન હોલ્ડર અને સંદીપ શર્માએ 2-2 વિકેટ ઝડપી.

હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. ટીમની ઓપનિંગ જોડીએ 56 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી વોર્નરે 20 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 35 રન કર્યા હતા. જ્યારે જોની બેરસ્ટોએ 19 બોલમાં 19 રન કર્યા હતા. પંજાબ માટે અર્શદીપ અને જોર્ડને 3-3 અને શમી, મુરુગન અશ્વિન અને બિશ્નોઈએ 1-1 વિકેટ ઝડપી.

(12:35 am IST)