મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

ભાજપ સાંસદ અનુપ્રિયા દ્વારા મિર્જાપુર વેબ સિરીઝનો વિરોધ : જિલ્લાને બદનામ કરવા જાતિય વૈમનસ્ય ફેલાવાનો મુક્યો આરોપ

સીરીઝની તપાસ અને તેના પર કાર્યવાહી કરવાની માગ કરી

ઉત્તર પ્રદેશમાં બહુચર્ચિત મિર્જાપુર વેબ સિરીઝના નિર્માતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. પૂર્વી કેન્દ્રીય મંત્રી અને મિર્જાપુરના સાંસદ અનુપ્રિયા પટેલે મિર્જાપુર વેબ સિરીઝના કંટેટનો વિરોધ કર્યો છે. ટ્વીટના માધ્યમથી તેમણે લખ્યુ છે કે, આ સીરીઝના માધ્યમથી મિર્જાપુરને બદનામ કરવામાં આવી રહ્યુ છે. તથા જાતિય વૈમનસ્ય ફેલાવામાં આવી રહ્યુ છે. અનુપ્રિયા પટેલે કહ્યુ છે કે, મિર્જાપુરના સાંસદ હોવાના નાતે અમે આ સીરીઝની તપાસ અને તેના પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છીએ.

ટ્વીટ દ્વારા અનુપ્રિયા પટેલ લખે છે કે, એક બાજૂ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મદદથી મિર્જાપુરમાં અવિરત વિકાસ કામ થઈ રહ્યા છે અને આ સીરીઝ અમારા વિસ્તારને બદનામ કરી રહ્યા છે. સાથે જ જાતિય વૈમનસ્ય ફેલાવામાં આવી રહ્યુ છે. તેથી તેમણે આ સીરીઝની તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે.

 

અહીં ઉલ્લેખનીય છે કે, મિર્જાપુર-2 બે દિવસ પહેલા રિલીઝ થઈ છે. અને તેમાં મિર્જાપુર-1ની માફક જ કંટેટ પિરસવામાં આવ્યુ છે. જે કથિત રીતે મિર્જાપુરનો ક્યારેય ઈતિહાસ રહ્યો નથી. જો કે, મિર્જાપુર-2 રિલીઝ થતા પહેલા જ અમુક સામાજિક કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમનો આરોપ છે કે, સીરીઝ મિર્જાપુરને બદનામ કરી રહી છે.

(12:00 am IST)