મુખ્ય સમાચાર
News of Saturday, 24th September 2022

ગજબનાક : હવે એક જ છોડમાં ઉગશે બટેટા-ટામેટા, મરચા-રીંગણ :વૈજ્ઞાનિકોની નવી ટેક્નોલોજીની શોધ

વૈજ્ઞાનિકોએ 5 વર્ષના સંશોધન બાદ એક જ છોડમાં કલમ દ્વારા બે શાકભાજી એકસાથે ઉગાડવામાં સફળતા મેળવી

નવી દિલ્હીઃ આજના ઝડપી આધુનિક જમાનામાં કિચન કાર્ડિંગનો શોખ વધ્યો છે, લોકો તેમના ઘરના પ્રાંગણ, બગીચા અને ટેરેસ એટલે કે ધાબા પર ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં વારાણસી સ્થિત ઇન્ડિયન વેજિટેબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IIVR)ના વૈજ્ઞાનિકોએ એક નવી અદ્યતન ટેક્નોલોજીની શોધ કરી છે.

વૈજ્ઞાનિકોએ આ નવી ટેક્નોલોજી વડે એવા છોડ વિકસાવ્યા છે. જે છોડમાં બટેટા, ટામેટા, રીંગણ અને મરચાંનું પણ ઉત્પાદન એકસાથે કરી શકાય છે. અહેવાલ અનુસાર આ છોડને બ્રિમટો અને પોમેટો નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ 5 વર્ષના સંશોધન બાદ એક જ છોડમાં કલમ દ્વારા બે શાકભાજી એકસાથે ઉગાડવામાં સફળતા મેળવી છે. મીડિયા સાથે વાત કરતા વૈજ્ઞાનિક ડૉ. અનંત કુમારે જણાવ્યું છે કે, ગ્રાફ્ટિંગ એટલે કે કલમ બનાવવાની ટેકનિકથી તૈયાર કરાયેલા છોડ કિચન ગાર્ડન અથવા ફુલદાની (POT) માટે યોગ્ય છે. દરેક પૌમેટોમાંથી 2 કિલો ગ્રામ ટામેટા અને 600 ગ્રામ બટેટા તૈયાર કરી શકાય છે. બટાટા જમીનના નીચેના ભાગમાં અને ટામેટાં ટોચના ભાગ પર ઉગે છે.

બીજી તરફ બ્રિમટોના એક છોડમાંથી લગભગ બે કિલો ગ્રામ ટામેટા અને અઢી કિલો ગ્રામ સુધી રીંગણ ઉગાડી શકાય છે. એક જ છોડમાં ટામેટાં સાથે મરચાં, દૂધી, તરોઈમાં ગોળ, કાકડી અને કારેલા ઉગાડવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.

પોમેટો. બટાટાનો છોડ જ્યારે જમીનથી ઓછામાં ઓછો 6 ઈંચ ઊંચો હોય ત્યારે તેના પર ટામેટાના છોડની કલમ બનાવવામાં આવે છે. મહત્વની ધ્યાને રાખવાની વાત એ છે કે, બંને છોડના દાંડીની જાડાઈ સરખી હોવી જોઈએ. 20 દિવસ પછી, બંનેનું મિલન થશે. આ જોડાણ પછી તેને ગાર્ડનમાં મૂકી દેવું જોઈએ. રોપણીના બે મહિના પછી ટામેટાંની લણણી શરૂ થશે. આ પછી બટાકાની માઈનિંગ કરવામાં આવશે. રીંગણના વાવેતરના 25 દિવસ અને ટામેટાંના 22 દિવસ પછી કલમ (ગ્રાફ્ટિંગ) બનાવવામાં આવે છે. આ રીતે એક છોડમાં બે રોપાઓ હોઈ શકે છે.

(12:05 am IST)