મુખ્ય સમાચાર
News of Saturday, 25th September 2021

NCBની ટીમે ગોવામાંથી અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સના ભાઈ એજીસિલ્સ ડેમેટ્રીએડ્સની ધરપકડ કરીઃ તેમની પાસેથી ચરસ પણ મળી આવ્યું

આ પહેલા તેનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ સામે આવ્યું હતું.

મુંબઇઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે ગોવામાંથી અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સના ભાઈ એજીસિલ્સ ડેમેટ્રીએડ્સની ધરપકડ કરી છે.

આ માહિતી સમાચાર એજન્સી ANI પાસેથી મળી છે. તેમની પાસેથી ચરસ પણ મળી આવ્યું છે.

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ડ્રગ પેડલર્સ અને ગેરકાયદેસર પદાર્થોના વપરાશ અને વિતરણ સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવવા અને પકડવા માટે શરૂ કરવામાં આવેલી કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા હતા. NCB ના નજીકના સૂત્રોએ જાહેર કર્યું છે કે આ ત્રીજો કેસ છે જેમાં તપાસ એજન્સી આગિસિલ્સ સામે કાર્યવાહી કરી રહી છે. આ પહેલા તેનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ સામે આવ્યું હતું.

NCBએ અર્જૂન રામપાલના ઘરે પાડ્યા હતા દરોડા

આ પહેલા NCBની મુંબઈ યુનિટે એક્ટર અર્જૂન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન અધિકારીઓને તેમના ઘરમાંથી કેટલીક દવાઓ મળી આવી હતી. આ અંગે NCBએ તાજેતરમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી, જેમાં અર્જૂન રામપાલને સસ્પેક્ટ માનવામાં આવી રહ્યા છે.

NCB એ ચાર્જશીટ દાખલ કરી હતી

ચાર્જશીટ મુજબ, મુંબઈ NCBએ 3 ડિસેમ્બર 2020 ના રોજ રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલને એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે NCBએ બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જે કેસમાં ધરપકડ કરી હતી, અર્જુન રામપાલ પણ આ જ કેસમાં શંકાસ્પદ છે અને NCB ને શંકા છે કે તે ભારત છોડીને દક્ષિણ આફ્રિકા જઈ શકે છે. જો કે, અર્જુને એનસીબીને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે એનસીબી દ્વારા જપ્ત કરવામાં આવેલી દવાઓ તેના કૂતરાના દુખાવાની દવા દવા છે.

(5:17 pm IST)