અને હસી પડ્યા મોદી-બાઈડન....
ન્યૂયોર્ક,તા. ૨૫: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા અમેરિકા પહોંચ્યા છે. પરંતુ ગઇ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની વાતચીત ખૂબ જ હળવાશથી શરૂ થઈ હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદી સાથે તેમના અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પૂર્વજો ભારતીય હોવા અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
ઔપચારિક અભિવાદન બાદ, બંને નેતાઓ વાતચીત કરવા બેઠા ત્યારે, અમેરિકન પ્રમુખે ભારતમાં પાંચ બાઈડનની હાજરી વિશે વાત કરવાનું શરૂ કર્યું. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ તેમની રમુજી શૈલી પર હસ્યા. તેમણે જવાબ આપ્યો કે તે ભારતમાંથી બાઈડન લોકોની વંશાવલી લઈને આવ્યા છે. યુએસ પ્રમુખ તેને આરામથી વાંચી શકે છે. તેના જવાબરૂપે બાયડને જવાબ આપ્યો કે, મુંબઈ પ્રવાસે હતો ત્યારે હું ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. આ વાત પર બંન્ને રાષ્ટ્રોના વડા હસી પડ્યા હતા.