મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

મદ્રાસ હાઇકોર્ટમાં પતિ-પત્નિને જસ્ટીશ બનાવવા સુપ્રીમની ભલામણ

નવી દિલ્હી તા. રપ :.. સુપ્રિમ કોર્ટની કોલેજીયમ પધ્ધતિ મુજબ મદ્રાસ હાઇકોર્ટમાં ૧૦ ના નામો ન્યાયાધીશ તરીકે સુચિત કરવામાં આવ્યા છે.

આ ૧૦ માંથી બે ઉમેદવારો તો પતિ-પત્નિ છે. જેમાં મુરલીશંકર કમ્યુરાજુ હાલમાં  તિરૂચીમાં જીલ્લા ન્યાયાધીશ છે. તેમના લગ્ન મદ્રાસ હાઇકોર્ટની મદુરે બેંચમાં રજીસ્ટ્રાર તરીકે કાર્યરત થેમીલસેલ્વી સાથે ૧૯૯૬ માં થયા હતા અને ૧૯૯પ માં તામીલનાડુમાં ન્યાયીક સેવા શરૂ કરી હતી.

(11:40 am IST)