મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14.92 લાખથી વધુ લોકોના કોરોના નમુનાની તપાસ કરાઈ

અત્યાર સુધીમાં કુલ 6,89,28,440 નમૂનાઓની તપાસ થઇ

નવી દિલ્હી : કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તપાસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આઇસીએમઆર અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,92,409 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 6,89,28,440 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે

(11:38 am IST)