News of Tuesday, 25th September 2018
ભારતમાં તેલની માંગ ર૦૪૦ સુધીમાં દર વર્ષે પ૦ કરોડ ટન હશેઃ ઇન્ડીયન ઓઇલ
એક અહેવાલ પ્રમાણે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના કાર્યકારી નિર્દેશક પાર્થ ઘોષ એ કહ્યું કે સાલ ર૦૪૦ સુધીમાં ભારતની કાચા તેલની માંગ વધીને વાર્ષિક પ૦ કરોડ ટન(રોજના ૧ કરોડ બેરલ ) થઇ જશે. હાલ ભારતમા આની માંગ ૪૭લાખ બેરલ પ્રતિદિન છે. વધુમા ઘોષ જણાવે છે કે એક બેરલની કીંમત ૧૦ ડોલર વધવાથી ભારતની જીડીપી ૦.ર ટકા - ૦.૩ ટકા સુધી ઓછી થઇ જશે.
(12:30 am IST)