મુખ્ય સમાચાર
News of Tuesday, 25th September 2018

ઇટલીમાં ઇશા અંબાણીની સગાઇમાં સેલિબ્રિટીઝ

 મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીની સગાઇ શનિવારે ઇટલીના લેક કોમોમાં કરવામાં આવી હતી. ઇશાની સગાઇ પિરામલ રિયલિટીના માલિક અજય પિરામલના દિકરા આનંદ સાથે કરવામાં આવી છે. મુકેશ અંબાણી તેમની દિકરીનો હાથ પકડીને તેને સ્ટેજ સુધી લાવ્યા હતા. આ ઇવેન્ટમાં આકાશ અંબાણી તેની મંગેતર શ્લોકા મહેતા સાથે જોવા મળ્યો હતો. આ સિવાય આ ઇવેન્ટમાં આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે, કરણ જોહર, પ્રિયંકા ચોપડા મંગેતર નિક જોનસ સાથે, અનિલ કપૂર, સોનમ કપૂર આહુજા પતિ આનંદ સાથે, જુહી ચાવલા અને જાહનવી કપૂરે હાજરી આપી હતી.

(12:24 pm IST)