મુખ્ય સમાચાર
News of Sunday, 25th August 2019

પાકિસ્તાનને સાઉદી અરેબીયાએ મોટો ઝાટકો આપ્યો : હવે પછી કતાર-બહેરીન-યુએઇ પણ આવો જ મોટો વિસ્ફોટ કરશે

નવી દિલ્હી : એમ.ડી. અને એમ.એસ. જેવી ઉચ્ચ ડીગ્રીઓ ધરાવતા પાકિસ્તાનના સેંકડો સર્જનો-ફીઝીશ્યનોને હાંકી કાઢવાના હુકમો સાથે તેમને દેશનિકાલ કરવા આદેશો આપ્યા હોવાનું સમાચાર નિષ્ણાંત અંશુલ સકસેનાએ ટવીટ ઉપર જણાવ્યું છે.

પાકિસ્તાનની આ ડીગ્રીઓ સ્વીકાર્ય નથી તેવું જણાવી તેમને 'ટરમીનેશન' લેટર પણ આપી દેવાયાનું એસ.સી.એફ.એચ.એસ. તરફથી જણાવાયું છે.

હવે પછી કતાર, યુનાઇટેડ આરબ અમીરાત અને બહેરીન પણ સાઉદીના પગલે પાકિસ્તાનની ડોકટરો માટે આવા જ પગલા લેશે તેમ જાણવા મળે છે.

(3:07 pm IST)