મુખ્ય સમાચાર
News of Sunday, 25th August 2019

બીગબોસ -૧૧ ની વિજેતા અને ટીવી એકટ્રેસ શિલ્પા શિંદેએ મીકાસિંહનું સમર્થન આપી કહ્યું પાકિસ્તાનમાં સ્ટેજ શો કર્યો તો એમાં ખોટુ શું છે ? : મારા પાકિસ્તાનમાં ઘણા ફેન્સ છે, હું પાક. શૂટ પણ પહેરૂ છું

નવી દિલ્હી :  ગાયક મીકાસિંહ વિવાદોમાં ઘેરાયા છે. પાકિસ્તાનના કરાંચીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની દીકરીના લગ્નમાં પરર્ફોમ કરતો  એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોના પગલે ભારે હંગામો મચી ગયો હતો અને લોકોએ સોશ્યલ મીડિયામાં મીકાસિંહને ટ્રોલ કર્યો હતો. એઆઇસીડબલ્યુએ અને એફ ડબલ્યુ આઇસીઇએ તો મીકાસિંહ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યારબાદ મીકાએ માફી માંગતા આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવેલ. હવે ટીવી કલાકાર અને બિગ બોસ-૧૧ની વિજેતા શિલ્પાશિંદે મીકાસિંહના સમર્થનમાં આવી છે અને કહ્યું કે પોતે કોઇપણ જગ્યાએ પોતાના શો કરી શકે છે હું આવા લોકોથી ડરતી નથી.

સુત્રો જણાવે છે કે મીકાસિંહનો વિવાદીત વીડીયો પ્રદર્શીત કરતા કહ્યુ કે કોઇપણ દેશ મને વિઝા આપે છે અને ત્યાં મારૂ સ્વાગત કરે છે તો હું જરૂર પાકિસ્તાન જઇશ અને ત્યાં પર્ફોમન્સ કરીશ. મારો હકક બને છે અને મને કોઇ રોકી શકતુ નથી. હું રસ્તા ઉપર સ્ટેજ બનાવી પર્ફોમ કરી રૂપિયા કમાઇ શકુ છું. હું કોઇનાથી ડરતી નથી. કોઇનો બાપ મને રોકી ન શકે.

સોરી બોલાવડાવામાં આવ્યું છે. આવા પ૦ ફેડરેશન છે. બધાને રૂપિયા ખાવા છે મારા પાકિસ્તાનમાં પણ ઘણા ફેન્સ છે. જેઓએ મને બિગબોસમાં જીત અપાવી છે. હું પાકિસ્તાની શૂટ  પહેરૂ છું.

(2:39 pm IST)