મુખ્ય સમાચાર
News of Sunday, 25th August 2019

પાકિસ્તાન સેનેટના ચેરમેને યુ.એ.ઇ.ની મુલાકાત રદ કરી

નવી દિલ્હી :  કાશ્મીર કટોકટી વચ્ચે નરેન્દ્રભાઇ મોદીનું યુનાઇટેડ આરબ અમીરાતે તેના સર્વોચ્ચ નાગરિક સન્માન સાથે ભવ્ય સ્વાગત કર્ર્યુ છે. તેનાથી નારાજ થઇ પાકિસ્તાનની સંસદ (સેનેટ)ના ચેરમેન યુ.એ.ઇ.ની તેમની મુલાકાત રદ કરી છે.

ગઇકાલે નરેન્દ્રભાઇને યુનાઇટેડ આરબ અમીરાતે ''ઓર્ડર ઓફ જાયેદ'' થી સન્માન્યા હતા.

આ પુર્વે આ સન્માન યુ.એ.ઇ.એ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન, મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને ચીનના રાષ્ટ્રપીત શી જિનપિંગને તેમના સર્વોચ્ચ સિવીલીયન એવોર્ડ 'ઓર્ડર ઓફ જાયેદ'થી સન્માનેલ છે.

(2:18 pm IST)