News of Sunday, 25th August 2019
હલાલ મીટના દાવા બાદ મેકડોનાલ્ડનો ગેર મુસ્લીમોએ વિરોધ કર્યો
નવી દિલ્હી : રેસ્ટોરન્ટ ચેઇન મેકડોનાલ્ડે ભારતમાં એક ખુલાસો કર્યા બાદ ઘેરાઇ ગયું છે. તેણે ટવીટ કરી જણાવેલ કે દેશમાં તેનું દરેક રેસ્ટોરન્ટ હલાલ સર્ટીફાઇડ છે. કોઇપણ જગ્યાએ મેનેજર પાસેથી સર્ટીફીકેટ માંગી શકાય છે.
ટવીટ બાદ કેટલાક યુઝરોએ તેનો વિરોધ કરી રેસ્ટોરન્ટના બહિષ્કારની માંગ કરી હતી. #boycottmcdonalds ટવીટર ઉપર સૌથી ઉપર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. યુઝેરોમાં જણાવેલ કે મેક ડોનાલ્ડ ગેર-મુસ્લીમોને હલાલ મીટ ખાવાથી રોકી રહી છે.
(1:22 pm IST)