મુખ્ય સમાચાર
News of Sunday, 25th August 2019

ઇકબાલ અંસારીએ રાહુલ ગાંધીને પૂછ્યો સવાલ : પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં જઈને રાજનીતિ કેમ કરતા નથી ?

દેશના મુસ્લમાનો દેશ માટે પાકિસ્તાન સાથે લડવા તૈયાર છે: કોંગ્રેસ કાશ્મીર પર રાજનીતિ કરે છે

અયોધ્યા :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જમ્મુ કાશ્મીર મુલાકાત પર અયોધ્યા મામલાના મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારીએ સવાલ ઉઠાવ્યો છે તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓને પૂછ્યું છે કે દેશમાં કેટલીય જગ્યાએ વિવાદ છે ત્યાં તમારા નેતા કેમ જતા નથી તેમણે એવું પણ બેધડક પૂછ્યું કે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે ત્યાં જઈને રાજનીતિ કેમ નથી કરતા,કોંગ્રેસે કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગુ કરી હતી આ પાર્ટીના નેતા 70 વર્ષ સુધી રાજનીતિ કરીને પોતાનો લાભ લેતા રહ્યા છે

  ઇકબાલ અંસારીએ કહ્યું કે જનતાની હાલત ખરાબ થઇ છે આજે વડાપ્રધાને ધારા 370 હટાવીને દેશમાં એક કાનૂન રાજ સ્થાપિત કર્યું છે આર્ટિકલ 370 ખતમ થતા કશ્મીરના લોકોનું ભલું થશે રાહુલ ગાંધી અને કોંગ્રસને દેશની ચિતા છે હોય તો પાકિસ્તાન જઈને મામલાનો હાલ કાઢે,અન્ય જગ્યાએ પર જઈને મામલનો ઉકેલ લાવે અને રાજનીતિ કરે

   તેમણે કહ્યું કે કાશ્મીર પર કોંગ્રેસે રાજનીતિ કરવી જોઈએ નહીં,તેમણે ભારતીય મુસલમાનોને વીર અબ્દુલ હમીદથી તુલના કરી છે દેશના મુસ્લમાનો દેશ માટે પાકિસ્તાન સાથે લડવા તૈયાર છે પાકિસ્તાન હંમેશા ભારતની પછડાટ ખાઈ છે જયારે કોંગ્રેસ કાશ્મીર પર રાજનીતિ કરે છે દેશના હિન્દૂ-મુસ્લમાનો શીખ અને ઈસાઈ શાંતિ ઈચ્છે છે જયારે કોંગ્રેસ કાશ્મીરમાં પોતાનો ફાયદો જુએ છે કોંગ્રેસની રાજનીતિ હવે ખતમ થવાની છે

(1:14 pm IST)