મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

જાસૂસી પર 4.8 કરોડ ડૉલરનો ખર્ચ કોના ખિસ્સામાંથી થયો? : સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

2019 સુધીના આંકડા સામે આવ્યા છે. 2020 અને 2021માં તો તેનાથી વધુ ખર્ચ કરાયો હશે.

મુંબઈ : શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પેગાસસ મામલે ફરીવાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી આ મામલે ફંડિંગની તપાસ કરાવવાની માંગ કરી છે. ઈઝરાયલી જાસૂસી એપ પેગાસસ થકી 300થી વધુ નેતાઓ, પત્રકારો, મંત્રીઓના ફોન ટેપ કરવામા આવ્યા હતા.

સંજય રાઉતે દાવો કર્યો કે, 2019માં પેગાસસ જાસૂસી પર 4.8 કરોડ ડૉલરનો ખર્ચ કરવામા આવ્યો હતો. સામનામાં આ વિશે લખવામા આવ્યું હતું કે, એક રિપોર્ટ અનુસાર 50 ફોનની જાસૂસી કરવા પાછળ 80 લાખ ડૉલરનો ખર્ચ આવે છે. 300 લોકોની જાસૂસી પાછળ 4.8 કરોડ ડૉલરનો ખર્ચ કરવામા આવ્યો છે.

રાઉતે કહ્યું કે 2019 સુધીના આંકડા સામે આવ્યા છે. 2020 અને 2021માં તો તેનાથી વધુ ખર્ચ કરાયો હશે. તપાસ થાય તો આ મામલે સત્ય સામે આવી શકે.

(10:36 pm IST)