મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

ભારતમાં કોરોનાથી થયેલ કુલ મૃત્યુઆંકના અડધા મોત ફક્ત એપ્રિલ-મે મહિનામાં થયા : સરકારી ડેટામાં ખુલાસો

વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યોમાં કોવિડ મોતોમાં પાંચ ગણો વધારો થયો હતો

નવી દિલ્હી : એપ્રિલ અને મે 2021માં ભારત કેવી ભયાનક પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે તેના પુરાવા લેટેસ્ટ સરકારી આંકડાઓ છે. એક આરટીઆઈના જવાબમાં નેશનલ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ (NCDC)એ જણાવ્યું કે એપ્રિલ 2020 પછી ભારતમાં આઈટીઆઈના જવાબમાં નેશનલ સેન્ટ્રલ ફોર ડિસિસ (NCDC)એ જણાવ્યું કે એપ્રિલ 2020 પછી ભારતમાં થયેલા કુલ કોવિડ (COVID-19) સંબંધિત મોતોમાંથી અડધી મોતો માત્ર 2 મહિના, એપ્રિલ અને મે 2021માં થઈ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટર દ્વારા દાખલ આરટીઆઈના જવાબમાં એનસીડીએ જણાવ્યું કે, એપ્રિલ 2020 અને મે 2021 વચ્ચે કુલ 3,29,065 કોવિડ મોતોમાંથી 1,66,632 મોત એપ્રિલ અને મે 2021માં થઈ. જેમાં મે મહિનામાં 1,20,770 લોકોના કોવિડથી મોત થઈ, જ્યારે એપ્રિલમાં 45,882 લોકોના મોત થયા. આવી રીતે 2 મહિના એપ્રિલ 2020 પછી સૌથી વધારે કોવિડથી મોત થનારા મહિના છે.

એપ્રિલ-મે 2021થી પહેલા એક મહિનાથી સૌથી વધારે કોવિડ મોત સપ્ટેમ્બર 2020માં થઈ હતી, જ્યારે 33,035 લોકોના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2020નો સમય કોવિડની પ્રથમ લહેરનો પીક સમય હતો. પછી કોવિડની પ્રથમ લહેરમાં મોતોનો આંકડો ઓછો થઈને ફેબ્રુઆરી 2021માં 2,777 સુધી આવી ગયો હતો.

NCDC દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર બે મેના દિવસે વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા પછી ચૂંટણી રાજ્યોમાં કોવિડ મોતોમાં પાંચ ગણી વૃદ્ધિ જોવા મળી.

એપ્રિલ 2021 માં જ્યાં પશ્ચિમ બંગાળમાં કોવિડથી 921 લોકો મૃત્યુ પામ્યા હતા, મેમાં 4,162 લોકો મૃત્યુ પામ્યા હતા.

એપ્રિલ 2021માં આસામમાં કોવિડને કારણે 177 લોકો મૃત્યુ પામ્યા, મે 2019માં લોકોનાં મોત નીપજ્યાં.

તમિલનાડુમાં એપ્રિલ 2021માં કોવિડને કારણે 1,233 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે મેમાં 9,821 લોકો મૃત્યુ પામ્યા હતા.

NCDC દ્વારા આપવામાં આવેલા આંકડાઓથી વિભિન્ન રાજ્યોમાં કોવિડ-19 મહામારીની બીજી લહેરથી પ્રભાવિતની જાણકારી મળી છે. જોકે, ઉત્તર પ્રદેશ જેવા ઉચ્ચ વસ્તીવાળા રાજ્યમાં આશ્ચર્યજનક રીતે પડોશી રાજ્યોની તુલનામાં કોવિડનાં મૃત્યુનાં આંકડા ઓછા છે, જે તેની સચ્ચાઈ વિશે પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યાં છે.

(10:05 pm IST)