મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

૭૨ લાખ લોકોએ PFમાંથી ૨૪૦૦૦ કરોડ ઉપાડી લીધા

બીજી લહેરમાં લાખો પરિવારોની આર્થિક સ્થિતિ કથડી : પહેલી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ જુન ૨૦૨૧ સુધીમાં પીએફના ૭૨ લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા.૨૫ : કોરોનાની બીજી લહેરમાં લાખો પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે પીએફ એકાઉન્ટ તેમના માટે સહારો બન્યુ છે.

તાજેતરમાં સરકારે આપેલી જાણકારી પ્રમાણે કોરોનાના કારણે વર્ષે ૭૨ લાખથી વધારે લોકોએ પીએફ ફંડમાંથી પૈસા ઉપાડ્યા છે. લોકોએ ઉપાડેલી રકમ લગભગ ૨૪૦૦૦ કરોડ રૂપિયા જેવી થાય છે. સરકારના શ્રમ મંત્રાલયે જાણકારી આપતા કહ્યુ છે કે, એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ જુન ૨૦૨૧ સુધીમાં ૭૨ લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા છે અને ૨૪૦૦૦ કરોડ રૂપિયા લોકોને ચુકવાયા છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના દરમિયાન ભારતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઉપરાંત લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો. સરકાર તરફથી કોરોના મહામારી દરમિયાન પીએફની રકમ ઉપાડવાનો ઓપ્શન ખાતા ધારકોને અપાયો હતો.

(7:40 pm IST)