મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

રામનાથ કોવિંદજીનો કાર્યકાળ આવતા વર્ષે પૂર્ણ થશે: નવા રાષ્ટ્રપતિ કોણ? ચર્ચાઓ શરૂ

નવીદિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંજીએ રાષ્ટ્રપતિ પદના કાર્યકાળના ચાર વર્ષ  પુરા કર્યા છે. હવે આવતા વર્ષે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે ત્યારે નવા રાષ્ટ્રપતિ કોણ બનશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આજે રવિવારે રાષ્ટ્રપતિશ્રીને સત્તાકાળના ચાર વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રપતિ ભવનમાં જણાવ્યું હતું કે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૩ ખરડાઓને  મંજૂરી આપી હતી, ઉપરાંત દેશભરમાં લાખો કોરોના દર્દીઓના જીવન બચાવવા માટે કોરોના લડવૈયાઓની પ્રશંસા કરી હતી.  કોવિંદજી ૭૬  વર્ષના છે અને  ૨૫ જુલાઈ, ૨૦૧૭ ના રોજ ભારતના ૧૪ મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવને એક ટ્વિટમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કાર્યાલયમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા છે, અને રાષ્ટ્રપતિ પદના ચોથા વર્ષ દરમિયાન તેમની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતી એક ઇ-બુક પણ તેમણે શેર કરી હતી.
દરેકના રાષ્ટ્રપતિ / એવરિવન્સ પ્રેસિડેન્ટ” તરીકેની, આ ઇ-બુક મુજબ કોવિંદજીએ ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતો દરમિયાન ૭૮૦ લોકોને મળ્યા હતા.
બંધારણના રક્ષક તરીકે, રાષ્ટ્રપતિએ મંત્રીઓને અને ભારતના મુખ્ય ન્યાયાધીશને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા, અને કેન્દ્ર સરકારના ૪૩ અને રાજ્ય સરકારના ૨૦ ખરડાને મંજૂરી આપી, એમ પણ  જણાવ્યું હતું.
તેમણે ટ્રેન્ડ નર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, સૈન્ય નર્સિંગ સર્વિસ અને રાષ્ટ્રપતિભાવના  ક્લિનિકની નર્સો સાથે રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી.

રાષ્ટ્રપતિએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વીદેશી મિશનના ૨૩ વડાઓના ઓળખપત્રો સ્વીકાર્યાં હતા.

સશસ્ત્ર સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર તરીકે, તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની રક્ષા માટે સર્વોત્તમ બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

(7:19 pm IST)