મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ડોમિનોઝ તરફથી લાઈફટાઈમ ફ્રી પિઝ્ઝા મળશે

ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ સિલ્વર મેડલ મેળવતા દેશભરમાં ખુશીનો માહોલ

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક્સની રાહ જોતા હતા. 23 જુલાઈથી ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થતાં જ ખેલાડીઓએ રમતોના આ મહાકુંભમાં તેમની પ્રતિભા દર્શાવવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસે ભારતને કોઈ સફળતા મળી ન હતી પરંતુ શનિવારે ભારતે ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ સિલ્વર મેડલ હતો. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ભારત માટે આ સિધ્ધિ સફળ કરી છે.

મીરાબાઈ ચાનુની આ સિધ્ધિથી આખા દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના વડાપ્રધાન મોદીથી લઈને અનેક દિગ્ગજ નેતાઓએ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા હતા. દેશને ગૌરવ અપાવનાર મીરાબાઈ ચાનુએ વિજય બાદ ઇન્ટરવ્યુમાં પીત્ઝા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઓલિમ્પિક્સની તૈયારીને લીધે મીરાબાઈ ચાનુ ખાણી-પીણીની ખૂબ કાળજી લેતી હતી. આ દરમિયાન તેમણે સલાડ અને સાદા ખોરાક પર ભાર મૂક્યો.

આ જીત બાદ હવે મીરાબાઈ ચાનુને ડોમિનોઝ ઈન્ડિયા તરફથી ખાસ ગિફ્ટ મળી છે. મલ્ટિનેશનલ પિઝા કંપની ડોમિનોઝ ઈન્ડિયાએ મીરાબાઈ ચાનુને આજીવન મફત પીઝા આપવાની જાહેરાત કરી છે. તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને ડોમિનોઝે આ માહિતી શેર કરી છે. ખરેખર ડોમિનોઝનું આ ટ્વીટ એક યૂજ્સના જવાબમાં આવ્યું છે.

(6:30 pm IST)