મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

પીએમ મોદીના મન કી બાત પર રાહુલ ગાંધીએ ફરી નિશાન સાધ્યું : કહ્યું દેશના મનની વાત સમજ્યા હોત તો દેશની આ સ્થિતિ ના હોત

20 લાખની વસતી અને 3.33 લાખને રસી મુકાઈ:, બિહારમાં આ પ્રકારની સ્થિતિ :વેક્સીનેશન કેન્દ્રો પર લટકતા તાળા

નવી દિલ્હી :  આજે પીએમ મોદીએ જુલાઈ મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરી હતી ત્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ફરી વેક્સીન પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં તેમણે અખબારોના અહેવાલો શેર કર્યા હતા અને લખ્યુ હતુ કે, 20 લાખની વસતી અને 3.33 લાખને રસી મુકાઈ છે, બિહારમાં આ પ્રકારની સ્થિતિ છે અને વેક્સીનેશન કેન્દ્રો પર તાળા લટકતા જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ દેશના મનની વાત સમજવાની જરૂર છે અને એ સમજ્યા હોત તો દેશની આ સ્થિતિ ના હોત.

ગઈકાલે પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરીને કહ્યુ હતુ કે, લોકો લાઈનોમાં ઉભા રહ્યા છે અને ભારત સરકાર કોઈ ટાઈમ લાઈન નક્કી કરી રહી નથી. રાહુલ ગાંધીએ આ વાત વેક્સીનેશનના કાર્યક્રમના સંદર્ભમાં કરી હતી.

(6:26 pm IST)