મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

ટોક્યો ઓલમ્પિકના આયોજકો સામે નવો પડકાર : રવિવારે કોરોનાના વધુ 10 કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા 132 થઇ

ત્રીજા દિવસે જ્યાં ખેલાડીઓ અને તેમના દેશોમાં ખુશી અને ગમનો માહોલ

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકના ત્રીજા દિવસે જ્યાં ખેલાડીઓ અને તેમના દેશોમાં ખુશી અને ગમનો માહોલ છે. આયોજકો માટે એક નવો પડકાર સામે આવ્યો છે.

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ રવિવારે જણાવ્યું કે ઓલિમ્પિક સાથે જોડાયેલા દસ નવા કેસ સામે આવ્યા છે જે પછી કુલ કેસોની સંખ્યા 132 થઈ ગઈ છે.

જાપાનમાં સામાન્ય લોકો તરફથી ઓલિમ્પક રમતોનો આયોજનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમ કે આ ઈવેન્ટના એક સુપર-સ્પ્રેડર ઈવેન્ટમાં પરિવર્તનની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને જાપાની સરકારે રમતો ચાલુ ન થાય ત્યાં સુધી ટોક્યોમાં ઈમરજન્સી લગાવી દીધી છે.

(6:17 pm IST)