મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

અર્જુન લાલ અને અરવિંદ સિંહ ની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું : ભારતે મેડલ જીતવાની આશા

ટોક્યો : આજે ટોક્યો ઓલિમ્પિકમાં પુરૂષોની લાઇટ વેઇટ ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં, અર્જુન લાલ અને અરવિંદ સિંહ ની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.27 જુલાઈના રોજ રમાનાર સેમીફાઈનલ માં અર્જુન લાલ અને અરવિંદ સિંહના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

ટોક્યો ઓલિમ્પિકમાં  રોઈંગ સ્પર્ધા એટલે કે, નૌકા રેસમાં ભારતે મેડલ જીતવાની આશામાં વધારો કર્યો છે. ભારતના અર્જુન લાલ અને અરવિંદ સિંહ સેમીફાઈનલ માં સ્થાન મેળવ્યું છે. બંન્ને ખેલાડીઓ આજે રમાનાર મેન્સ લાઈટવેટ ડબલ્સની કેટેગરી માં રેપચેજ રાઉન્ડમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ આ સાથે જ સેમીફાઈનલમાં જવા માટેની જગ્યા બનાવી છે. ભારતીય ખેલાડીઓ આ રેસ પુરી કરવા માટે 6:51:36નો સમય લીધો હતો.

રેપચેજ રાઉન્ડમાં પૌલેન્ડની જોડી પ્રથમ નંબર પર રહી હતી. જેમાં 6 મિનિટ 43 સેકન્ડનો સમય લીધો હતો. ત્યારે સ્પેનની જોડીએ 6 મિનિટ 45 સેકેન્ડનો સમય લઈ બીજા નંબર પર આવી હતી. તેમજ રોઈંગ ડબલ્સમાં સેમીફાઈનલ 27 જુલાઈના રોજ રમાશે.

જોકે, રવિવારે ભારતને રોઇંગમાં મેડલ જીતવાની આશા વધી ગઈ છે, જ્યારે મહિલા શૂટિંગ ઇવેન્ટમાં ભારતનુ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ, 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટના મહિલા વિભાગમાં ભારતની મનુ ભાકર અને યશસ્વિની દેશવાલ ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ, બેડમિંટનથી ભારત માટે એક સારા સમાચાર છે, જ્યાં ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુ એ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ મેચમાં જીત મેળવી છે.

અર્જુન લાલ અને અરવિંદ સિંહસેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. રોઈંગમાં ભારતને મેડલની આશા છે. 27 જુલાઈના રોજ સેમીફાઈનલના મુકાબલામાં આ બંન્ને ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તેવી ચાહકોમાં આશા છે. પાણીમાં જેટલી તેમની હોડી ઝડપથી દોડશે તેવી રીતે જ મેડલ તેમની નજીક આવશે.

(12:39 pm IST)