મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

મુંબઇમાં વર્લી વિસ્તારમાં નિર્માણધીન બિલ્ડીંગ માં લાગેલી સર્વિસ લિફ્ટ ઢળી પડતાં 5 લોકોના મોત

6 લોકોમાંથી એકને પરેલના કેઇએમ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામં આવ્યો હતો. તો બીજી તરફ નગર નિગમ દ્વારા સંચાલિત નાયર હોસ્પિટલમાં 3 લોકોને ડોક્ટરે મૃત જાહેર કરી દીધા હતા

મુંબઇ: મહારાષ્ટ્ર માં અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. પહેલાં વરસાદ-ભૂસ્ખલન થી બેહાલ મુંબઇમાં હવે વર્લી વિસ્તારમાં એક નિર્માણધીન બિલ્ડીંગ માં લાગેલી સર્વિસ લિફ્ટ ઢળી પડતાં 5 લોકોના મોત થઇ ગયા છે. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટના શનિવારે સર્જાઇ હતી. ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરકર્મીઓ અને બચાવ અભિયાન શરૂ થઇ ગયું છે.

એક પોલીસ અધિકારીએ એક નિવેદનની સાંજે 5: 45 પર હુનુમાન ગલીમાં બીડીડી ચાલી પાસે નિર્માણધીન બિલ્ડીંગમાં અચાનક સર્વિસ લિફ્ટ પડી ગઇ. સૂચના મળતાં જ પોલીસ અને બચાવકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા અને લોકોને નિકાળવાનું કામ શરૂ કરવામાં આવ્યું. અધિકારી જણાવ્યું કે ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકોમાંથી એકને પરેલના કેઇએમ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામં આવ્યો હતો. તો બીજી તરફ નગર નિગમ દ્વારા સંચાલિત નાયર હોસ્પિટલમાં 3 લોકોને ડોક્ટરે મૃત જાહેર કરી દીધા હતા, જ્યારે એક અન્ય ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે એ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. તે વર્લી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.

ભારે વરસાદ-ભૂસ્ખલનના લીધે અકસ્માતોમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 112 લોકોના મોત થયા છે, તો બીજી તરફ 99 લોકો હજુ સુધી ગુમ છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર 1 લાખ 35 હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. રાહ અને પુર્નવાસ વિભાગે કહ્યું કે 24 જુલાઇના રોજ રાત્રે સાડા નવ વાગ્યા સુધી આંકડાના આધારે 112 લોકોના મોત થયા છે. 3,221 પશુઓના મોત થયા છે. તો બીજી તરફ 53 લોકો ઘાયલ થયા છે અને 99 લોકો હજુ સુધી ગુમ છે. 

(12:37 pm IST)