મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં આજે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ : એક આતંકવાદી ગોળી વાગતાં મોત

સમગ્ર વિસ્તારમાં આતંકવાદી છુપાયેલા હોઇ આશંકા : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે

કુલગામ: જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એક આતંકવાદી ગોળી વાગતાં મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

આશંકા છે કે સમગ્ર વિસ્તારમાં આતંકવાદી છુપાયેલા હોઇ શકે છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે. આતંકવાદીઓથી બચવું મુશ્કેલ છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

(12:36 pm IST)