મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

અમેરિકન સોસાયટી ઓફ રેટિના સ્પેશિયાલિસ્ટ્સ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.ગૌરવ શાહને સ્થાન : આ બોર્ડમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો વિક્રમ ડો.ગૌરવ શાહના નામે

વોશિંગટન : અમેરિકન સોસાયટી ઓફ રેટિના સ્પેશિયાલિસ્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.ગૌરવ શાહને સ્થાન અપાયું છે. આ બોર્ડમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો વિક્રમ ડો.ગૌરવ કે.શાહના નામે નોંધાયો છે.

ડો.ગૌરવ શાહએ ઈલિનોઈસ યુનિવર્સીટીની શિકાગો ખાતેની મેડિકલ સ્કૂલમાંથી  ડિગ્રી મેળવેલી છે.તેમણે યુનિવર્સીટી ઓફ મીન્નેસોટાના ડિપાર્ટમેન્ટ ઓફ ઓપથાલ્મોલોજીમાં ત્રણ વર્ષ માટે રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવેલી છે.તથા ડો.વિલિયમ બેનસોનના માર્ગદર્શન હેઠળ વિલ્સ આઈ હોસ્પિટલના ફેલો તરીકે બે વર્ષ કામગીરી બજાવેલી છે.તેઓ 2001-02 ની સાલમાં ઓપથાલ્મોલોજી ક્લિનિકલ ટીચર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તેમણે ઓપથાલ્મોલોજી વિષે 167 આર્ટિકલ તથા 13 પુસ્તકો લખ્યા છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:05 pm IST)