મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

ગુજરાત એટીએસ દ્વારા તિસ્તા સેતલવડની અટકાયત, સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશને લઈ જવાયા: ગુજરાતમાં પણ બે ભૂતપૂર્વ પોલીસ ઓફિસરો સામે ફરિયાદ દાખલ

તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી શ્રીકુમાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી કરી ધરપકડઃ સંજીવ ભટ્ટ પણ આરોપી

અમદાવાદ :૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણોના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ દળે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદીને આપેલી ક્લીનચીટને જાકીયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકીયા ઝાફરીની અરજી ફગાવી દેતા કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલ છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક ફરિયાદ નોંધી જે મામલે ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને દર્શાવાયા હોવાનું  ઓનલાઇન પોર્ટલ નવજીવન માં પ્રશાંત દયાળના અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે.

2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ દળે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને આપેલી ક્લીનચીટને જાકીયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકીયા ઝાફરીની અરજી ફગાવી દેતા કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક ફરિયાદ નોંધી જે મામલે ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને દર્શાવાયા છે.

ઝાકીયા ઝાફરીની પીટીશન ફગાવતા સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, ઝાકીયાની અરજી પાછળ કોના મલીન ઈરાદાઓ છે અને કાયદાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાની સાથે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ જેમણે કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ હરકતમાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોંધાવેલી ફરિયાદમાં હાલમાં જેલમાં રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર અને સ્વૈસ્છીક સંસ્થા ચલાવતા તિસ્સા સેતલવાડને આરોપી બતાડી તેમના પર આરોપ મુકવામાં આવ્યો છે કે સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ પાસે ઘટનાની સાચી જાણકારી હોવા છતા તેમણે ખોટી જાણકારી જાહેર કરી, કરાવડાવી ગુજરાતની છબીને નુકસાન પહોંચાડ્યું તેની સાથે કાયદાકીય પ્રક્રિયાને પ્રભાવિત કરી તેનો દુરુપયોગ પણ કર્યો.

ફરિયાદ પ્રમાણે, ગુજરાતના રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી (ખાસ તપાસ દળ), ટ્રાયલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે ખોટા પુરાવા મુકવા અને ભ્રમિત થાય તેવી સ્થિતિનું નિર્માણ તેમણે કર્યું હતું. આ સંદર્ભમાં તેમના દ્વારા મુકવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે આ એક પૂર્વયોજીત કાવતરું હતું. જેથી આ તમામ આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી અનુસાર કાર્યવાહી કરવામાં આવે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે અત્યંત ગુપ્તતા રાખી અને તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા એક ટીમને વહેલી સવારે જ મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને આ મામલે પોતાનું નિવેદન નોંધવા ક્રાઈમ બ્રાન્ચ આવવાનું સમન્સ મોકલવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ અંગે તેમને જાણકારી આપી અને તેમની ધરપકડ કરી હતી.

(7:19 pm IST)