મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

કોવિડનો ૪થો વેવ આવી શકે છે

૧૫ દિવસ જાગૃત રહેવા જેવુઃ માસ્‍ક, ડીસ્‍ટન્‍સ જાળવવું જરૂરી : ૭ દિવસમાં તેના એંધાણ દેખા દેશે અને ૧૫ દિવસમાં મોર્ટાલીટી રેટ(ઘાતકતા)અંગેનો સાચો અંદાજ આવશે

કોવિડનું આ વખતનું ઇન્‍ફેકશન બોડી ઇમ્‍યુનીટી અને વેકસીનેશનને પણ ન ગાંઠે અને સેકન્‍ડ વેવથી કદાચ વિશેષ ઘાતક હોઇ શકે. માટે હળવાશના માહોલમાંથી તત્‍કાલ જ બહાર આવી જજો. વહીવટીતંત્ર કદાચ અઠવાડિયા પછી સક્રિય થઇ શકે પણ એ પહેલા આપ ખુદ જાગી જાઓ. માસ્‍ક, સેનેટાઇઝર, સોશીયલ ડીસ્‍ટન્‍સ પોતાની જવાબદારી સમજીને તાત્‍કાલીક શરુ કરો. બીન જરુરી ભીડમાં જવાનું હમણાં ૧૫ દિવસ ટાળો. બીમારીની પુરી તબીબી ચકાસણી કરાવો. જરૂરી  પડે કોવિડ ટેસ્‍ટ જરૂર કરાવો. જેથી સરકારને જીનોમ સ્‍વિકાંસિગ કરાવવામાં  સહકાર આપો જેથી ભવિષ્‍યમાં આવનારી બીજી વેવમાં આપણને વધારે જાણકારી મળે, સેલ્‍ફ મેડીકેશન ટાળો.હવે આપણે ત્‍યાં ઇલેકશન નજીક આવી રહેલ છે. એટલે રાજકીય સ્‍થિતિ ગતિવિધિ  ટાળી નહી શકાય. આમજનતા નારાજ ન થાય માટે વહીવટીતંત્ર તરફથી દંડ અને સખત અમલીકરણ માટે સ્‍થિતિ અનુરૂપ પગલા લેવામાં દ્વિધા પેદા થઇ શકે છે. કારણકે વિપક્ષ દ્વારા સરકારની સખ્‍તાઇ માટે કે સુસ્‍તી માટે એમ બંને રીતે નાગરિકોને ભડકાવવા પ્રયાસ કરશે. જે આપણા સૌ માટે ગંભીર સ્‍થિતિ માટ.ે નિમિત્ત બની શકે છે.વધેુ વિવરણની હાલમાં જરૂર નથી. ચોથો ‘‘બીજા વેવ કરતા ભયાવહ રહેવાની કેટલાક તજજ્ઞોનો અભિપ્રાય છે.'વ્‍યકત દહેશત ખોટી હોય તો પણ હાલમાં ૧૫ દિવસ વધુ જાગૃત રહેવામાં આપણને કોઇ મોટું નુકશાન નથી. જો સમયસર ન જાગ્‍યા તો સ્‍વાસ્‍થય અને અર્થતંત્ર બન્નેનું આવી બનવાની શકયતા રહેશે.

 ડો. રાગેશ શાહના નામથી સોશ્‍યલ મિડીયામાં વાયરલ થઇ રહેલ પોસ્‍ટ સાભાર 

(3:50 pm IST)