મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

અમેરિકામાં સ્ફોટક દાવો

કોરોનાથી મરનારા લોકોમાં ૯૮% એ નહોતી લીધી વેકિસન

ન્યુયોર્ક, તા.૨૫: અમેરિકામાં વેકિસનને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. ખાનગી સમાચાર સંસ્થાએ સરકારી ડેટાના આધારે આ જાણકારી પ્રાપ્ત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર અમેરુકામાં હવે એ જ લોકોના કોરોનાથી મૃત્યુ થઇ રહ્યા છે જેમણે વેકિસન નથી લીધી. જોરશોરથી ચાલી રહેલા વેકિસનેશન કાર્યક્રમનું આ સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. હાલમાં ત્યાં મૃત્યુની સંખ્યા ૩૦૦ થી નીચે થઇ ગઈ છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે લાયકાત ધરાવતા દરેક લોકો વેકિસન લઇ લે તો આ આંકડો શૂન્ય થઇ શકે છે.

મેં મહિનાના ડેટાના વિશ્લેષણ બાદ આ અહેવાલ જાહેર કર્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ કોરોનાથી સંક્રમિત ૮.૫૩ લોકોમાંથી માત્ર ૧૨૦૦ લોકો જ એવા છે જે વેકિસન લીધા બાદ સંક્રમિત થયા. વેકિસનેશન બાદ સંક્રમણનો દર ૦.૧ ટકા છે. બીજી તરહ મે મહિનામાં કોરોનાથી મૃત્યુ પામેલા ૧૮ હજાર લોકોમાંથી માત્ર ૧૫૦ લોકો એવા હતા જેમણે વેકિસન લીધી હતી. એટલે કે આ દર દ્યટીને ૦.૮ ટકા થઇ ગયો છે.

સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના ડેટાના આધારે અમેરિકાની સમાચાર સંસ્થાએ આ વિશ્લેષણ કર્યું છે. તેમનું કહેવું છે કે વેકિસન બાદ ૪૫ રાજયોમાં મૃત્યુની સંખ્યા દ્યટી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે કોરોના મૃત્યુમાં ૯૮-૯૯ ટકા લોકો એવા છે જેમણે વેકિસન નહોતી લીધી. તેમજ સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલના ડાયરેકટરનું કહેવું છે કે વેકિસન એટલી પ્રભાવી છે કે આ સમયે કોરોનાથી થનારી કોઈ પણ મોતને અટકાવી શકે છે. જે લોકોનું મૃત્યુ થયું ટે અત્યંત દુઃખદ છે પરંતુ તેઓ વેકિસન મુકાવી લેવા તો કદાચ બચી જાત.

અમેરિકામાં જાન્યુઆરીમાં કોરોનાના કારણે પ્રતિદિન ૩૪૦૦ મોત થતા હતા. પરંતુ વેકિસનેશન બાદ આંકડો ખુબ કંટ્રોલમાં છે. આંકડા અનુસાર ૧૨ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લાયકાત ધરાવતા લોકોમાં ૬૩ ટકા લોકોને વેકિસનનો એક ડોઝ અને ૫૩ ટકા લોકોને બંને ડોઝ મળી ચુકયા છે.

સીએટલના કિંગ કાઉન્ટીમાં, જાહેર આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે છેલ્લા ૬૦ દિવસમાં કોરોનાને કારણે માત્ર ૩ એવા લોકોનાં મોત થયા છે જેમનું વેકિસનેશન થઇ ગયું હતું. પરંતુ વેકિસન ના લીધી હોય તેવા ૬૨ લોકો મૃત્યુ પામ્યા છે.

અમેરિકામાં ઠેર ઠેર એવા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કોરોના સંક્રમિત લોકોમાં વેકિસન ના લેનારાની સંખ્યા વધુ હોય. આંકડા પરથી જાહેર છે કે વેકિસનથી કોરોનાના મૃત્યુથી દ્યણા લોકોને બચાવી શકાય છે. આ માટે દુનિયાભરના દેશો પ્રયાસમાં લાગેલા છે.

(4:08 pm IST)