News of Friday, 25th June 2021
સરકારી દમનના કારણે મેનેજમેન્ટે અખબાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો
હોંગકોંગમાં લોકશાહી સમર્થક અખબાર એપલ ડેઈલી આખરે બંધ : છેલ્લી નકલ ખરીદવા લોકોની પડાપડી
હોંગકોંગની ચીનના ઈશારે કાર્યરત સરકાર અને ચીનના દમનકારી કાયદા સામે અવાજ ઉઠાવનારું છાપું એપલ ડેઈલી બંધ થઈ ગયું છે. તેની છેલ્લી નકલ ખરીદવા હોંગકોંગમાં પડાપડી થઈ ગઈ હતી. અખબારની છેલ્લી એડિશનની ૧૦ લાખ નકલો જોતજોતામાં વેચાઈ ગઈ હતી
(1:49 pm IST)