મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

મમતાની રીટની સુનાવણીમાં ધારાશાસ્ત્રી - જજ વચ્ચે શાબ્દિક ટપાટપી : ચૂકાદો અનામત રાખ્યો

કોલકતા તા. ૨૫ : મમતા બેનરજીએ પડકારેલી નંદીગ્રામ ચૂંટણીના બે એડવોકેટ પૈકી એક અભિષેક મનુ સિંઘવી કોંગ્રેસની વિચારધારા ધરાવે છે. જયારે બીજા એડવોકેટ સૌમેન્દ્રનાથ મુખરજી ભાજપની વિચારધારા ધરાવે છે. અને તેઓ તૃણમૂલ કોંગ્રેસના ચીફ મિનિસ્ટરનો કેસ લડી રહ્યા છે. તેવી ટકોર નામદાર જજશ્રી કૌશિક ચંદાએ કરી હતી.

જેના જવાબમાં મમતાના બંને એડવોકેટે જજશ્રી ઉપર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે આપ નામદાર પણ ભાજપની વિચારધારા ધરાવો છો. જજનું સ્થાન ઊંચું છે. તેઓ પક્ષાપક્ષીથી પર હોવા જોઈએ. બંને વકીલોની ઉપરોકત દલીલના જવાબમાં નામદાર જજશ્રી કૌશિક ચંદાએ જણાવ્યું હતું કે હું વિચારી જોઇશ. તેવું કહી નામદાર જજે ચુકાદો અનામત રાખ્યો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:45 pm IST)