મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

જીયો ફોન નેકસ્ટ ગણેશ ચતુર્થીથી બજારમાં ઉપલબ્ધ થશે : વિશ્વનો સૌથી સસ્તો સ્માટ ફોન હશે : મુકેશ અંબાણીની જાહેરાત

જીયો ગુગલ દ્વારા વિકસીત કરાયેલ સ્માર્ટફોન સ્માર્ટફોનમાં ફિંગરપ્રીન્ટ સેન્સર, એન્ડ્રોઇડ અપડેટ, સારા કેમેરા સાથે આમ આદમીને ધ્યાનમાં રાખી બનાવાયો

 મુંબઇ : રિલાયન્સની ૪૪ એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ અનેક ઘોષણાઓ કરી હતી. તેમાં તેમણે રિલાયન્સ જીયો અને ગુગલની ભાગીદારીમાં બનાવાયેલ સ્માર્ટ ફોન જીયો ફોન નેકસ્ટની પણ લોન્ચીંગની જાહેરાત કરેલ.

મુકેશ અંબાણીએ જણાવેલ કે, નવો સ્માર્ટફોન જીયો અને ગુગલની એપ વાળો હશે એન્ડ્રોયડ બેઇઝ સ્માર્ટફોનનું ઓપરેટીંગ સીસ્ટમ જીયો અને ગુગલે મળીને વિકસીત કર્યુ છે. તેમણે એલાન કરેલ કે આ ફોન સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને બનાવાયો છે.

આ સ્માર્ટફોન એકદમ વ્યાજબી કિંમતે ૧૦ સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી માર્કેટમાં મળવા લાગશે. જીયોના આ ફોનનો લોકોને લાંબા સમયથી  હતો. ફોનના પાછળના ભાગે ફિંગરપ્રીન્ટ સેંસર પણ હશે. આ સીવાય ફોનનો કલર કાળો રાખવામાં આવ્યો છે.

ગત વર્ષે જીયો અને ગુગલ વચ્ચે ભાગીદારીની શરૂઆત થયેલ. જીયો પોતાના 5G  નેટવર્ક માટે ગુગલ કલાઉડનો ઉપયોગ કરનાર છે. આ સ્માર્ટફોનથી યુઝર ગુગલ પ્લે માંથી એપ્સ પણ ડાઉનલોડ કરી શકશ.ે ઉપરાંત સારો કેમેરા તથા એન્ડ્રોઇડ અપડેટ પણ મળશે. ફુલી ફીચરવાળા આ ફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં પણ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો. જોકે કિંમત અંગે ખુલાસો નથી થયેલ.

(1:42 pm IST)