મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આંધ્ર પ્રદેશ બોર્ડે ધો - 10 અને 12મીની પરીક્ષા રદ્દ કરી નાખી

અદાલતે કહ્યું હતું કે તમે વિદ્યાર્થીઓના જીવ ખતરમાં નાંખો છો. જો કોઈ બાળકને કંઈ થયું તો જવાબદારી તમારી રહેશે.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આંધ્ર પ્રદેશ સરકારે 10મી અને 12મીની પરીક્ષા રદ્દ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે રાજ્ય બોર્ડ દ્વારા 12મી પરીક્ષા રદ્દ કરવા અંગેની અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકાર સામે તીખું વલણ અપનાવ્યું હતું. અદાલતે કહ્યું હતું કે તમે વિદ્યાર્થીઓના જીવ ખતરમાં નાંખો છો. જો કોઈ બાળકને કંઈ થયું તો જવાબદારી તમારી રહેશે.

સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશને કહ્યું હતું કે 12માં ધોરણની બાર્ડની પરીક્ષાઓ કરાવવા માટે રાજ્ય દ્વારા આપેલા સૂજાઓથી સંતોષ નથી જ્યાં સુધી તેઓ આ વાતથી સંતુષ્ટ નહીં થાય કે કોવિડ-19ના કારણે કોઈ પણ મોત નહીં થાય ત્યાં સુધી પરીક્ષા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. કોર્ટે કહ્યું કે તે અન્ય રાજ્યોની જેમ કોઈ અન્ય રાજ્યોની જેમ કોઈ પણ મોત થવાના કેસમાં વળતર ઉપર પણ વિચાર કરી શકે છે.

12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ કરાવના આંધ્ર પ્રદેશ સરકારના નિર્ણય ઉપર કડક પ્રશ્નો ઉઠાવ્યા છે. પીઠે કહ્યું કે તેમની એ સાવચેતીનાં પગલાંથી સંતુષ્ટ નહીં જે તમે પરીક્ષા કરાવતા સમયે ઉઠાવવાના છો. તમે જે વ્યવસ્થા જણાવી છે તેનાથી અમને સંતોષ નથી. જ્યાં સુધી અને સંતુષ્ઠ ન થઈએ ત્યાં સુધી કોઈપણ પ્રકારની પરીક્ષાઓ કરવા માટે મંજૂરી નહીં આપીયે.

પીઠે કહ્યું કે પરીક્ષા દરમિયાન કોઈ મોત થવાના મામલામાં વળતર અંગે પણ જોવું પડશે. કેટલાક રાજ્યોમાં કોવિડના કારણે થયેલા મોત માટે એક કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. અમે એ પક્ષ દ્વારા ચીજોને જોઈ શકીએ છીએ.

(11:58 am IST)